એડલ્ટ સ્ટાર રેની ગ્રેસીએ મોટર સ્પોર્ટમાં પરત ફરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. સુપરકાર ડ્રાઈવરથી પોર્ન સ્ટાર બનેલી રેની ગ્રેસીએ આર્થિક તંગીના કારણે ટ્રેક પર પોતાનુ કરીયર છોડી દીધુ હતું. આ જ કારણે હવે તેને એક મોટો નિર્ણય લીધો છે. રેની ગ્રેસીએ ફરી એક વાર મોટર રેસિંગ ટ્રેક પર વાપસી કરવાનો નિર્ણય લીધો છે. 25 વર્ષની રેની ગ્રેસી હવે દર મહિને 13 લાખ રૂપિયા કમાય છે.
(File Pic)
જેમાં પૉર્ન વીડિયો બનાવવા અને ન્યૂડ ફોટોશૂટ પણ સામેલ છે. ગ્રેસીએ નિર્ણય લીધો છે કે તે પોતાનું આ કામ ચાલુ રાખશે અને તેનાથી મળતા પૈસાને તે પોતાની કાર રેસિંગમાં પણ લગાવશે. ગ્રેસીએ પોતાની વાપસીની ખબર માટે કહ્યું કે મારી આર્થિક સ્થિતિ હવે સારી થઇ ગઇ છે. અને માટે હવે હું રેસિંગ કરી શકું છું. હવે મને તે વાતનો ડર નહીં રહે કે મારી કાર ટકરાઇને ક્ષતિગ્રસ્ત ના થઇ જાય. જો તેવું થશે તો પણ મારી પાસે પૈસા છે. અને હવે હું નિશ્ચિત થઇને રેસિંગ કરી શકું છું. મને સ્પોન્સર્સની પણ જરૂરીયાત નથી.
(File Pic)
આપને જણાવી દઈએ કે, ગ્રેસી જ્યારે પોર્ન ફિલ્મોમાં એન્ટ્રી કરી હતી તો તેની સાથે કઇ સુપરકાર ડ્રાઇવર્સે તેનાથી દૂરી બનાવી લીધી હતી. ગ્રેસીથી જ્યારે પુછવામાં આવ્યું કે શું તે તેના કોઇ ડ્રાઇવર સાથી તેને એક પાર્ન સ્ચાર રીતે ફરીથી ડ્રાઇવીંગ કરવા દેશે તે મામલે ગ્રેસી ગુસ્સે ભરાઇને કહ્યું કે મને નથી લાગતું કે મને કોઇ રોકી શકે છે. તે લોકોને કંઇ વાતની ડર છે મને નથી ખબર.