ભારતમાં ચીનના વિરોધની ભાવનાઓનું પ્રતીક બની ચૂકેલ ‘રિમૂવ ચાઇના એપ’ને ગૂગલ પ્લે સ્ટોરે હટાવી દીધી છે. ભારતમાં આ એપ ખૂબ જ ઝડપથી લોકપ્રિય થઈરહી હતી.
તેની લોકપ્રિયાતનો અંદાજ એવાતથી લગાવી શકાય છે કે થોડા જ સપ્તાહમાં 5 મિલિયનથી વધારે વખત ડાઉનલોડ કરવામાં આવી હતી. એપને 1.89 લાખ રિવ્યૂ અને 4.9 સ્ટાર મળ્યા હતા.
‘રિમૂવ ચાઇના એપ’ વિતેલા મહિનાની 17 તારીખે લોન્ચ કરવામાં આવી હતી. ત્યાર બાદ ભારતીયોમાં આ એપનો ઉપયોગ ચીન પ્રત્યે ગુસ્સો વ્યક્ત કરવા માટે થવા લાગ્યો. આ એપ દેશમાં અનેક કારણોથી લોકપ્રિય થઈ રહી છે.
ભારત-ચીન સરહદ પર વધતા તણાવ અને કોવિડ-19 મહામારીને કારણે થઈ રહેલ નુકસાન મહત્ત્વનું કારણ માનવામાં આવે છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે તેનાથી ટિકટોક અને યૂસી બ્રાઉઝર જેવી કથિત ચાઇનીઝ એપ ડિલીટ કરી શકાય છે. જોકે એપને બનાવનારી ‘વન ટચ એપ લેબ્સ’એ તેને શૈક્ષણિક ઉદ્દેશ્યો માટે બનાવવાની વાત કહી હતી. તેમનું એ પણ કહેવું છે કે, એપ ડેવલપર્સ વ્યાવસાયિક ઉદ્દેશ્યો માટે તેનો ઉપયોગ કરવાનો ઈરાદો નથી.