રાજસ્થાનના રણમાં સચિન પાયલટ અને અશોક ગેહલોત વચ્ચે વર્ચસ્વની લડાઈ ચાલી રહી છે ત્યારે સ્પીકરની નોટીસની વિરુદ્ધ સચિન પાયલટ ગ્રુપની અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી મંગળવારે પૂરી થઈ છે. ત્યારે કોર્ટે આ મામલે 24 જુલાઈ સુધી ચુકાદો અનામત રાખ્યો છે. ત્યાં સુધી સચિન પાયલટ જુથના ધારાસભ્યો સામે સ્પીકર કાર્યવાહી કરી શકશે નહીં.
(File Pic)
નોંધનીય છે કે કોંગ્રેસ તરફથી અનેક વાર કહેવામાં આવ્યું કે પાર્ટીના દરવાજા ખુલ્લા છે પરંતુ રાજ્યમાં અશોક ગેહલોત ખુલીને વિરોધ કરી રહ્યા હતા. એવામાં બધાની નજર કોર્ટ પર જ હતી.
(File Pic)
રાજસ્થાનમાં રાજનીતિક સંકટ વચ્ચે હાઈકોર્ટે સચિન પાયલટને 24 જુલાઈ સુધી સમય આપ્યો છે. હાઈકોર્ટે સ્પીકર સીપી જોશીને આદેશ આપ્યો છે કે 24 જુલાઈ સુધી કોઈ પણ કાર્યવાહી ના કરે. હવે હાઈકોર્ટમાં 24 જુલાઈએ ચુકાદો આપવામાં આવશે. રાજસ્થાનમાં એક તરફ જ્યાં કોંગ્રેસ અને અશોક ગેહલોત સચિન પાયલટ પર ગંભીર આરોપ લગાવી રહ્યા છે ત્યાં બીજી તરફ સચિન પાયલટનું માનવું છે કે તે પાર્ટીમાં રહીને જ લડાઈ લડશે એવામાં સચિનને ધારાસભ્ય પદથી હટાવવાની નોટીસ બાદ સમગ્ર મામલો કોર્ટમાં પહોંચ્યો હતો.