ચીનના વુહાનથી શરુ થયેલ કોરોનાનું સંક્રમણ આજે દુનિયાના મોટાભાગના દેશોમાં ફેલાઈ ચુક્યુ છે. ભારત સહિત ઘણા દેશો કોરોનાની વેક્સીન પર કામ કરી રહ્યા છે. એવામાં કોરોનાના દર્દીઓ માટે એક રાહતરુપ સમાચાર સામે આવ્યા છે.
આંતરરાષ્ટ્રીય સ્તર પર થેલ ક્લિનિકલ ટ્રાયલમાં એ વાત સામે આવી છે કે સરળતાથી ઉપલબ્ધ એવી સ્ટેરોઈડ દવા ગંભીરરુપથી બિમાર દર્દીઓને કોવિડ-19થી બચાવવામાં મદદરુપ સાબિત થઈ શકે છે. એક નવા સંશોધનમાં આ પરિણામ સામે આવ્યા છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન ડબ્લ્યુએચઓએ પણ આ વાતની પુષ્ટી કરી છે.
સાથે જ તેના ઉપયોગને લઈ એક માર્ગદર્શિકા પણ જાહેર કરી છે. ડબ્લ્યુએચઓએ સાત આંતરરાષ્ટ્રીય ટ્રાયલના એનાલિસિસ બાદ જણાવ્યું કે, કોર્ટિકોસ્ટિરોઈડ દવા કોરોનાના ગંભીરરુપથી પીડાતા દર્દીઓના મોતના જોખમને 20 ટકા સુધી ઘટાડી શકે છે. સાથ જ ડબ્લ્યુએચઓએ જણાવ્યું કે, આ દવાનો ઉપયોગ માત્ર ગંભીરરુપથી કોરોના સંક્રમિતો પર જ કરવામાં આવી શકે છે. તેમણે જણાવ્યું કે, કોરોનાના સામાન્ય લક્ષણ ધરાવતા દર્દીઓએ તેનો ઉપયોગ ટાળવો જોઈએ.