ગુજરાતના નાગરીકો અને વાહન ચાલકોને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં કેટલાક એવા લોકો છે જેમને ડ્રાઈવિંગ લાયસન્સ કઢાવવાના બાકી છે, પરંતુ જેના લર્નિંગ ડ્રાઈવિંગ લાયસન્સ નીકળી ગયા છે અને હવે સમય મર્યાદા પૂરી થવામાં છે તો તેવા વાહન ચાલકોને ચિંતા કરવાની જરુર નથી.
હવે સરકારના નિર્ણયથી લર્નિંગ ડ્રાયવિંગ લાયસન્સને રીન્યુ કરી શકાશે. એટલું જ નહીં, જે તે વાહનચાલકની લર્નિંગ ડ્રાઈવિંગ લાયસન્સની મર્યાદા પૂર્ણ થઈ હોય તેવા અરજદાર રીન્યુ કરાવી શકશે. તેના માટે રૂપિયા 150 ફી આપવી પડશે અને 6 મહીનાની મર્યાદા માટે રીન્યુ કરી અપાશે. પાકા લાયસન્સ માટે ફરીથી ફી નહીં ભરવી પડે.
આ અંગેનો નિર્ણય રાજ્યના વાહન વ્યવહાર વિભાગ તરફથી લેવામાં આવ્યો છે. રાજ્યમાં હવે કોઈપણ નાગરીકની પાસે લર્નિંગ લાયસન્સ હોય અને તેની અવધિ પુરી થવા આવી હોય તો તેને મુંઝાવાની જરુર નથી કારણકે સમય મર્યાદા પૂરી થયા બાદ પણ તે ફરીથી રીન્યુ કરી શકાશે. મહત્વનું છે કે, લોકડાઉન દરમિયાન આરટીઓ કચેરી બંધ હતી. જેના કારણે અનેક નાગરિકોના લર્નિંગ લાઈસન્સ પુરા થવામાં છે. ત્યારે વાહન વ્યવહાર વિભાગ દ્વારા આ નિર્ણય લેવાયો છે. પરંતુ હવે અનલોકમાં રાજ્યભરની આરટીઓ કચેરીઓ ખુલતા એપોઇમેન્ટમાં વેટિંગ હોવાના કારણે સમયસર એપોઇમેન્ટ મળતી નથી. જેથી સરકારે અરજદારોની સુવિધા માટે સમય મર્યાદા વધારી છે.