ધોરણ 10 અને 12નું બોર્ડનું પરિણામ આવ્યું છે જેથી આગળના અભ્યાસક્રમ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ છે ત્યારે ધોરણ 12 સાયન્સ બાદ ફાર્મસી ડિગ્રી તથા ડિપ્લોમાની એડમિશન પ્રક્રિયા આવતીકાલથી શરૂ થશે.આવતીકાલથી ઓનલાઇન રજિસ્ટ્રેશન થઈ શકશે.આ વર્ષે 7544 બેઠક પર પ્રવેશ પ્રક્રિયા કરવામાં આવશે.ગત વર્ષે 7041 બેઠક ભરાઈ હતી.
14જૂન થી 24 જુલાઇ સુધી ઓનલાઇન ફી ભરીને વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરાવી શકશે.2 ઓગસ્ટ ગુજકેટ આધારિત પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ જાહેર થશે.2 થી 5 ઓગસ્ટ સુધી મોક રાઉન્ડ માટે કોલેજ પસંદ કરવાની રહેશે.8 ઓગસ્ટે મોક રાઉન્ડનું પરિણામ જાહેર થશે.8 ઓગસ્ટ જ ગુજકેટ આધારિત પ્રથમ ફાઇનલ મેરીટ લિસ્ટ જાહેર થશે.8 થી 15 ઓગસ્ટ સુધી પ્રથમ રાઉન્ડ માટે કોલેજ પસંદગી કરવાની રહેશે.આમ પ્રથમ રાઉન્ડનું મેરીટ જાહેર થશે જે બાદ જગ્યા પ્રમાણે બીજો રાઉન્ડ પણ જાહેર થશે અને પ્રવેશ પ્રક્રિયા ચાલશે.