મહેસાણા પાલિકાએ કરોડો રૂપિયા ખર્ચ કરી બિલાડી બાગ સામે અટલ સ્પોર્ટ્સ સેન્ટરનો વહીવટ ખુબજ નોર્મલ ચાર્જમાં ખાનગી એજન્સીને સોંપવામાં આવ્યા બાદ એજન્સીએ સ્વિમિંગ માટે આવતા સભ્ય પાસે ફી અને અન્ય સર્વિસ ચાર્જન ગેરકાયદે ઉઘરાણા કરતા વિપક્ષ નેતા કમલેશ સુતરિયાએ પ્રાદેશિક કમિશ્નરને ફરિયાદ કરી હતી. જેના પગલે પ્રાદેશિક કમિશ્નર દ્વારા ચીફ ઓફિસરને તપાસના આદેશ કર્યા છે.
પ્રાદેશિક કમિશ્નર કચેરીના અધિક કલેક્ટર એમ.એસ. ગઢવીએ ચીફ ઓફિસરને પાઠવેલ પત્રમાં જણાવ્યું છે કે, ગત 17 મેંના રોજ કમલેશ સુતરિયાએ અટલ સપોર્ટ સેન્ટરમાં સ્વિમિંગ ફીમાં થતા સર્વિસ ચાર્જન નામે એજન્સી દ્વારા ગેરકાયદેસર ફી ઉઘરાવતા હોવાથી ફરિયાદ કરી હતી. જેની યોગ્ય તપાસ કરી અરજદારને જવાબ આપવા તાકીદ કરી છે.