લાંબા સમયથી જે પોલીસ ભરતીની રાહ જોવાઇ રહી હતી તે પોલીસ સબ ઇન્સપેક્ટર (PSI) સંવર્ગની ભરતીની જાહેરાત કરી દેવામાં આવી છે. આ અંગેનું અધિકારીક નોટિફિકેશન પણ સરકાર દ્વારા બહાર પાડી દેવામાં આવ્યું છે.
વિકાસ સહાય દ્વારા આ અંગેની અધિકારીક જાહેરાત કરવામાં આવી હતી. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા મહિલા અને પુરૂષ પોલીસ સબ ઇન્સપેક્ટરની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. કુલ 1382 પદ માટે આ ભરતી બહાર પાડવામાં આવી છે. જેમાં બિન હથિયારી પીએસઆઈ માટે 202 , બિન હથિયારી મહિલા પીએસ આઈ માટે 98 , બિન હથિયારી મદદનીશ પોલીસ સબ ઈનસ્પેકટર પુરૂષ માટે 659 અને મહિલા માટે 324 જગ્યા પર ભરતી કરાશે. તો ઇન્ટેલીજન્સ ઓફિસર માટે કુલ 27 જગ્યા પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
પોલીસ વિભાગમાં યોજાનારી આ મોટા પ્રમાણની ભરતી માટે ઈચ્છુક ઉમેદવારો 16 માર્ચથી ઓનલાઈન ફોર્મ ભરી શકશે. જેના માટે ojas.gujarat.gov.in પરથી ઓનલાઈન અરજી કરી શકાશે. 31 માર્ચ સુધી ઉમેદવારોને ઓનલાઈન અરજી સ્વિકારાશે.