ગુજરાતમાં કોરોનાના દર્દીઓના આંકડામાં દિવસેને દિવસે ઉછાળો નોંધાઈ રહ્યો છે. ત્યારે રાજ્યમાં કોરોનાના વધુ 879 પોઝિટિવ કેસ નોંધાયા છે. 11 જુલાઈ સાંજથી 12 જુલાઈ સાંજ સુધીમાં વધુ 879 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ કેસની સંખ્યા વધીને 41906 થઈ છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના કેસ અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
(File Pic)
તો ગુજરાતમાં 24 કલાકમાં વધુ 13 દર્દીના કોરોનાથી મોત થયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ મૃત્યુઆંક વધીને 2047 થયો છે. જ્યારે 24 કલાકમાં 513 દર્દીઓની તબિયતમાં સુધારો થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આમ અત્યાર સુધી રાજ્યમાં કુલ 29189 દર્દીઓની તબિયતમાં સુધારો થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં આજે નોંધાયેલ કેસોમાં સૌથી વધુ કેસ ફરી એકવાર સુરતમાં સામે આવ્યા છે.
(File Pic)
સુરતમાં 24 કલાકમાં 251 કેસ સામે આવ્યા છે. જ્યારે અમદાવાદમાં 172, વડોદરામાં 75 કેસ નોંધાયા છે. તો ભાવનગર-રાજકોટમાં 46-46, જુનાગઢમાં 42 કેસ સામે આવ્યા છે. આ ઉપરાંત ગાંધીનગરમાં 29, મહેસાણામાં 23, ખેડા-વલસાડ-અમરેલીમાં 16-16 કેસ સામે આવ્યા છે. જ્યારે સુરેન્દ્રનગરમાં 21, મોરબીમાં 19, નવસારીમાં 11 પોઝિટિવ કેસ નોંધાયા છે હાલ રાજ્યમાં કુલ 10661 એક્ટિવ કેસ છે. જેમાં 67 દર્દી વેન્ટિલેટર પર છે જ્યારે 10594 સ્ટેબલ છે.