હિન્દુ સંસ્કૃતિમાં નવરાત્રિના નવ દિવસોનો વિશેષ મહિમા છે. જો આ દિવસોમાં કોઈ વ્યક્તિ પૂરી આસ્થા અને શ્રદ્ધાથી મા દુર્ગાની ઉપાસના કરે તો એની ઈચ્છા અવશ્ય પૂરી થાય છે.
કોઈપણ પ્રકારના ડરથી મુક્તિ મેળવવા અને સારી તંદુરસ્તી માટે પહેલા નોરતે મા શૈલપુત્રીની ઉપાસના કરવામાં આવે છે. એમને પ્રસન્ન કરવા આ મંત્રનો પાઠ કરો –
“વિશોકા દુષ્ટદમની શમની દુરિતાપદામ્. ઉમા ગૌરા સતી ચણ્ડી કાલિકા સા ચ પાર્વતી.”
- બીજા નોરતે બુદ્ધિના વિકાસ માટે મા બ્રહ્મચારિણીના આ મંત્રનું પઠન કરો- “વિદ્યા: સમસ્તાસ્તવ દેવિ ભેદા: સ્ત્રીય: સમસ્તા: સકલા જગત્સુ. ત્વયૈકયા પૂરિતમમ્બયૈતત્ કા તે સ્તુતિ સ્તવ્યપરા પરોત્કી:.”
- સંકટની પરિસ્થિતિમાં મા ચંદ્રઘંટાની આ મંત્રથી ઉપાસના કરો – “હિનસ્તિ દૈત્ય તેજાંસિ સ્વનેનાપૂર્ય યા જગત્. સા ઘણ્ટા પાતુ નો દેવિ પાપેભ્યોન: સુતાનિવ.”
- સંતાનસુખની પ્રાપ્તિ માટે ચોથા નોરતે મા કૂષ્માણ્ડાને પ્રસન્ન કરવા આ મંત્રનો જાપ કરો-“સ્તુતા સુરૈ:પૂર્વમભીષ્ટસંશ્રયાત્તથા સુરેન્દ્રેણ દિનેષુ સેવિતા. કરોતુ સા ન: શુભહેતુરીશ્વરી શુભાનિ ભદ્રાણ્યભિહન્તુ ચાપદ:”
- પોતાના પ્રભાવ વધારવા માટે મા સ્કન્દમાતાની આરાધના આ મંત્રથી કરો – “સૌમ્યા સૌમ્યતરાશેષ સૌમ્યેભ્યસ્ત્વતિ સુંદરી. પરાપરાણાં પરમા ત્વમેવ પરમેશ્વરી.”
- સુખી લગ્નજીવન માટે આ મંત્રનો જાપ કરીને મા કાત્યાયનીની આરાધના કરવી જોઈએ- “એતત્તે વદનં સૌમ્યમ્ લોચનત્રય ભૂષિતમ્. પાતુ ન: સર્વભીતિભ્ય: કાત્યાયિની નમોસ્તુતે.”
- દુશ્મનોથી બચવા માટે મા કાલરાત્રિની ઉપાસના કરો – “ત્રૈલોક્યમેતદખિલં રિપુનાશનેન ત્રાતં સમરમુર્ધનિ તેપિ હત્વા. નીતા દિવં રિપુગણા ભયમપ્યપાસ્ત મસ્કાકમુન્મદ સુરાભિવમ્ નમસ્તે.”
- પ્રસિદ્ધિ મેળવવા માટે આ મંત્રનો પાઠ કરીને મહાગૌરીને પ્રસન્ન કરો – “સર્વમંગલમાંગલ્યે શિવે સર્વાર્થસાધિકે. શરણે ત્ર્યમ્બકે ગૌરી નારાયણી નમોસ્તુતે.”
9. દરેક ઇચ્છાની પૂર્તી માટે મા સિદ્ધિદાત્રિની આરાધના કરો – “યા શ્રી: સ્વયં સુકૃતિનાં ભવનેષ્વલક્ષ્મી: પાપાત્મનાં કૃતાધિયાં હૃદયેષુ બુદ્ધિ:. શ્રદ્ધા સતાં કુલજન પ્રભવસ્ય લજ્જા તાં ત્વાં નતા: સ્મ પરિપાલય દેવિ વિશ્વમ્.”