Food News: જમવા સાથે ચટણી હોય તો મજા પડી જાય. કેરીની સિઝનમાં કાચી કેરી અને ફુદીનાની ચટણીની રેસીપી આજે ગુજરાતી જાગરણ તમને અહીં જણાવશે.
કાચી કેરી અને ફુદીનાની ચટણી બનાવવા માટેની સામગ્રી
- ફુદીનાના પાન
- લસણની કળી
- કાચી કેરી
- લાલ મરચા
- મીઠું
કાચી કેરી અને ફુદીનાની ચટણી બનાવવાની રીત
- સૌ પ્રથમ ફુદીનાના પાન ધોઈને સાફ કરી લો અને કાચી કેરીને સાફ કરીને ટુકડા કરી લો.
- હવે એક મિક્સર જારમાં બધી સામગ્રીને એકસાથે નાખીને બ્લેન્ડ કરીને પેસ્ટ બનાવી લો.
- હવે તેમાં જરૂર મુજબ પાણી ઉમેરીને સ્મુધ પેસ્ટ તૈયાર કરો.
- હવે પેસ્ટને મિક્સરમાંથી એક બાઉલમાં કાઢી લો. કાચી કેરી અને ફુદીનાની ચટણી તૈયાર છે, તમે સર્વ કરી શકો છો.
The post Food News: તમારા જમવાના ટેસ્ટમાં વધારો કરશે કાચી કેરી અને ફુદીનાની ચટણી, જાણો સરળ રેસિપી appeared first on The Squirrel.