ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના કારણે પરિવારમાં પણ ભાગલા પડતા જોવા મળી રહ્યા છે. તો પક્ષોમાં પણ જૂથવાદ સામે આવી રહ્યો છે. ત્યારે ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાનો પરિવાર પણ હાલ બે અલગ અલગ પક્ષોમાં વિભાજીત થઈ ગયો છે.
ક્રિકેટર જાડેજાની પત્ની રિવાબા જાડેજા ભારતીય જનતા પાર્ટી માટે પ્રચાર કરી રહ્યા છે તો તેમની બહેન નયના બા જાડેજા કોંગ્રેસ માટે પ્રચાર કરી રહ્યા છે.
મળતી માહિતી મુજબ, ગુજરાતમાં 6 મહાનગરોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે જેમાં રાજકોટ સહિત અમદાવાદ, સુરત, વડોદરા, જામનગર અને ભાવનગરનો સમાવેશ થાય છે. જાડેજાના પત્ની રિવાબા રાજકોટમાં ભાજપના ઉમેદવાર માટે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે, જ્યારે તેમની બહેન નયના બા જામનગરમાં કોંગ્રેસ માટે પ્રચાર કરી રહી છે. તેવામાં ક્રિકેટર જાડેજાનો પરિવાર પણ બે અલગ-અલગ પક્ષોમાં વહેંચાયો છે.