આજના સમયમાં મહિલાઓ દરેક ફિલ્ડમાં સશક્ત છે. તેમાંની જ એક છે એક્ટ્રેસ રવીના ટંડન, જેણે એક્ટિંગની સાથે-સાથે બીજા ઘણા ક્ષેત્રોમાં સફળતા મેળવી છે. નેશનલ એવોર્ડ વિનર રવીના ટૂંક સમયમાં સ્ક્રીનપ્લે રાઈટિંગના પોતાના છૂપા ટેલેન્ટને દુનિયા સામે લાવવા માટે બિલકુલ તૈયાર છે.હંમેશાંથી મહિલા સશક્તિકરણનો અવાજ બનનારી રવીનાએ મહિલાને જુદા-જુદા ક્ષેત્રોમાં આગળ વધવા માટે પ્રેરિત કરી છે. પોતાની આ જ સલાહ પર ધ્યાન આપતા તેણે પોતાના બેનર AA Films માટે ચાર સ્ક્રિપ્ટ્સ લખી છે.
રવીનાએ પોતાની એક્સાઈટમેન્ટ જાહેર કરતા જણાવ્યું કે, આ ચારેય વાર્તાઓ ડિજિટલ પ્લેટફોર્મ માટે છે.રાઈટર તરીકે પોતાની નવી સફર શરૂ કરવા જઈ રહેલી રવીના ટંડન એ જાણવા માટે ખૂબ એક્સાઈટેડ છે કે, વેબ શોમાં લોકોને કેવા પ્રકારની રાઈટિંગ પસંદ આવે છે. રવિના મુજબ વેબસીરીઝમાં બે કલાકનું રિસ્ટ્રિક્શન નથી હોતું. પોતાના 28 વર્ષ લાંબા કરિયરમાં રવીના ઑલરાઉન્ડર રહી છે. એક્ટિંગમાં પોતાને સાબિત કર્યા બાદ તેણે સફળતાપૂર્વ વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફી શરૂ કરી. તેણે ચેરિટેબલ ફાઉન્ડેશનને સ્થાપિત કરવાની સાથે જ્વેલેરી ડિઝાઈનિંગ, એડિટોરિયલ કૉલમ લખવી અને સુપરહિટ શો નચ બલિયે 9માં જજ બની બધાના દિલ જીતી લીધા.