પાલનપુર ખાતે વિજયા દશમી પર્વ નિમિત્તે ભગવાન શ્રીરામની ભવ્ય શોભાયાત્રા નિકળી હતી. જે મોડી સાંજે રામલીલા મેદાન ખાતે પહોંચી હતી. જ્યાં આતશબાજી વચ્ચે રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો હતો. જ્યાં વિશાળ સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. પાલનપુર ખાતે શુક્રવારે કલા ઉત્સવ સમિતિના ઉપક્રમે વિજયાદશમી પર્વ નિમિત્તે ભગવાન શ્રીરામની ભવ્ય શોભાયાત્રા લક્ષ્મણ ટેકરી ખાતેથી નિકળી હતી. જે શહેરના દિલ્હી ગેટ, સિમલા ગેટ, કિર્તીસ્તંભ રોડ, અંબાજી મંદિર, સંજય ચોક, ગઠામણ દરવાજા, હનુમાન શેરી, ખોડાલીમડા, જુમ્મા મસ્જીદ, ત્રણ બત્તી, બહાદુરગંજ, છુવારાફળી, નાની બજાર, મોટી બજાર, પથ્થર સડક, દિલ્હી ગેટ,ગુરુનાનક ચોકના રાજમાર્ગો પરથી પસાર થઇ મોડી સાંજે રામલીલા મેદાન ખાતે પહોંચી હતી.શોભાયાત્રામાં રામ, લક્ષ્મણ, હનુમાનજીની વેશભૂષા ધારી પાત્રો, ચાર અશ્વ, શણગારેલો રથ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. નગજનો દ્વારા શોભાયાત્રાનું માર્ગમાં ઠેર-ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતું. જ્યારે રામલીલા મેદાન ખાતે હજારોની સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. અંતે ભગવાન શ્રીરામના હસ્તે મેઘનાદ, કુંભકર્ણ અને છેલ્લે રાવણના દહનનો કાર્યક્રમ યોજાયો હતો. જ્યાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત પ્રજાજનોની ચીચીયારીઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -