પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના પાનમડેમની આસપાસનો વિસ્તાર મોટા પ્રમાણમાં પ્રાકૃતિક સંપ્રદાથી ભરપૂર છે. હાલ ચોમાસાની સીઝન ચાલી રહી છે ત્યારે અહીં આવેલા ડુંગરો પણ પ્રાકૃતિક લીલીછમ હરિયાળીથી છવાઈ ગયા છે. પાનમના જંગલમાં વિવિધ સરીસૃપો જોવા મળે છે. ત્યારે એવામાં શહેરાનાં લાભી ગામે એક દુર્લભ કેમેલિયોન જોવા મળ્યો હતો. કેમેલિયોન ડોલતો ડોલતો ચાલતો હોવાનાં કારણે ગ્રામીણ વિસ્તારમાં જેને ડોલન કાચીંડો તરીકે ઓળખે છે.
વૃક્ષ ઉપર તેમજ ઝાડી ઝાંખરામાં આ પ્રકારનો કાચીંડો ખાસ કરીને ચોમાસામાં જોવા મળે છે. શહેરાનાં લાભી ગામે આ પ્રકારનો કેમેલિયોન જોવા મળ્યો હતો. તેની શારીરીક રચના જોવામાં આવે તેના શરીરનો રંગ લીલો હોય છે અને આંખ ચોતરફ ફરી શકે છે તેનાં કારણે તેનો શિકાર લાબી જીભ કાઢીને પકડી શકે છે.
(File Pic)
આપને જણાવી દઈએ કે, આવા પ્રકારના કાચીંડાઓ સામાન્ય કાચિંડા કરતા અલગ તરી આવતા હોય છે અને પંચમહાલ સિવાય પણ તે અન્ય જિલ્લાઓ કે જ્યાં જંગલ વિસ્તાર વધુ હોય છે ત્યાં જોવા મળે છે.