મુંબઈમાં બકરી ઈદ પર એક શરમજનક કૃત્ય સામે આવ્યું છે. અહીં એક માંસની દુકાનમાંથી લાવેલી બકરીના શરીર પર રામ લખવાનો મામલો સામે આવ્યો છે. પોલીસે આ મામલામાં ત્રણ લોકો સામે ગુનો નોંધ્યો છે. તેમજ માંસની દુકાનને સીલ કરી દેવામાં આવી છે. પોલીસને મળેલી ફરિયાદમાં તે બકરી સાથે દુષ્કર્મનો પણ આરોપ છે.
મુંબઈના એક અધિકારીએ પીટીઆઈને જણાવ્યું કે, નવી મુંબઈ પોલીસે માંસની દુકાનને સીલ કરી દીધી છે. આરોપ છે કે ત્યાં બલિદાન માટે લાવવામાં આવેલા બકરા પર હિન્દુ ધાર્મિક નામ લખવામાં આવ્યું હતું. બકરીની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી, જે બાદ પોલીસને આ મામલાની જાણ થઈ હતી. સોશિયલ મીડિયા પર તસવીર સામે આવ્યા બાદ મળેલી ફરિયાદના આધારે પોલીસે ગયા શનિવારે સીબીડી બેલાપુરમાં દુકાનને સીલ કરી દીધી હતી અને તેના માલિક સહિત ત્રણ લોકો સામે કેસ નોંધ્યો હતો.
બકરી સાથે પણ ખરાબ વર્તન કર્યું
ફરિયાદને ટાંકીને અધિકારીએ કહ્યું કે દુકાનમાં બલિદાન માટે 22 બકરા લાવવામાં આવ્યા હતા, પરંતુ એક જાનવર પર ધાર્મિક નામ છપાયેલું હતું. ફરિયાદીએ ત્રણેય આરોપીઓ પર બકરી સાથે દુષ્કર્મનો આરોપ પણ મૂક્યો છે.
પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, મોહમ્મદ શફી શેખ, સાજિદ શફી શેખ અને કુય્યામ વિરુદ્ધ આઈપીસીની કલમ 295 (A) હેઠળ કલમ 34 અને પ્રિવેન્શન ઑફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ એક્ટ હેઠળ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે દુકાનનું લાયસન્સ રદ કરવા મહાનગરપાલિકાને પત્ર પણ લખ્યો છે.