કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ એ કોંગ્રેસ પક્ષના તમામ હોદા અને સભ્ય પદેથી રાજીનામું આપતા ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. જેણે હાથ ઝાલ્યો. જેણે રાજનીતિમાં પ્રવેશ આપ્યો.પદ આપ્યું.હોદ્દો આપ્યો.નાની ઉમરમાં અનુભવ કરતા જરાક વધારે જ આપી દીધું. પરંતુ તે જરાક વધારે આપવું.આજે કોંગ્રેસ માટે જ નુકસાન કારક સાબિત થયું છે.. કારણ કે, હાર્દિક પટેલે અંતે નારાજગીના નાટકનો અંત લાવી દીધો.
અને કોંગ્રેસનો હાથ કાયમી માટે છોડી દીધો ત્યારે ગુજરાત કોંગ્રેસના નેતાઑએ હાર્દિક પર પ્રહાર કરતાં પોત પોતાના મત રજૂ કર્યા છે. ત્યારે અમરેલી જિલ્લાના રાજુલાના કોંગી ધારાસભ્ય અંબરીશ ડેરે પ્રતિક્રિયા આપીને નાની ઉંમર છે ને લડવાની તાકાત હાર્દિકભાઈ માં સારી હોય ને બધા જ વિચાર વિમર્શ કર્યા બાદ હાર્દિકભાઈ ને યોગ્ય લાગ્યું તે કર્યું હશે ને હાર્દિક પટેલ જે પણ પક્ષમાં જાય તેની શુભેચ્છાઓ અંબરીશ ડેરે પાઠવી હતી.