રાજસ્થાન સરકારનું સંપૂર્ણ બજેટ રજૂ કરી રહેલા રાજ્યના નાણામંત્રી દિયા કુમારીએ અનેક જાહેરાતો કરી હતી. જેમાં પ્રખ્યાત તીર્થસ્થળ ખાટુ શ્યામ માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. દિયા કુમારીએ કહ્યું કે કેન્દ્ર સરકારે અયોધ્યા અને કાશીને ભવ્ય બનાવીને દેશમાં નવી ઉર્જાનો સંચાર કર્યો છે.
તેમણે કહ્યું કે એ જ તર્જ પર હું ખાટુ શ્યામને ભવ્યતા આપવા માટે 100 કરોડ રૂપિયા ખર્ચવાની જાહેરાત કરું છું. ખાટુશ્યામ કોરિડોરનું નિર્માણ કાશી વિશ્વનાથની તર્જ પર કરવામાં આવશે. તહેવારો માટે 600 મંદિરોને શણગારવામાં આવશે. તેના માટે 13 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. મંદિરોનો જીર્ણોદ્ધાર કરવામાં આવશે.