રાજકોટના ઉપલેટામાં સ્થાનિક સમસ્યાઓથી પીડાઈ રહેલા નગરજનોએ ભારે રોષ સાથે આવનારી ચુંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે સાથે જ સમસ્યાઓને લઈને થાળીઓ વગાડીને સુત્રોચ્ચારસાથે વિરોધ પ્રદર્શન પણ યોજ્યો હતો
. રાજકોટના ઉપલેટા શહેરના વોર્ડ-૭ માં આવેલ સ્વામિનારાયણ સોસાયટીમાં રહેતા લોકો છેલ્લા ૪૦ વર્ષથી સ્થાનિક સમસ્યાઓ અને સુવિધાઓની વંચિત હોવાનું જણાવતા નજરે પડ્યા છે જેમાં તેઓએ જણાવ્યું હતું કે તમામ પ્રકારના કરવેરા ભરવા છતાં પણ તંત્ર તરફથી સુવિધાઓ અને જરૂરિયાતો પૂરી કરવામાં નથી આવતી.