વ્રત તહેવારના ઉપવાસ હોય કે ફળાહાર તેમાં કેળા વિના ન ચાલે. કેળા સૌને પ્રિય અને બારેમાસ મળતું ફળ છે. દરેક ઋતુમાંકેળા તમારા સ્વાસ્થ્યનું રક્ષણ કરે છે. કેળામાં વિટામિન, પ્રોટીન અને ભરપૂર માત્રામાં પોષક તત્વો હોય છે. એક સંશોધન મુજબકેળા અનેક રોગો સામે રક્ષણ આપે છે. કેળાની ખેતી ગુજરાતના ખેડૂતો મોટા પ્રમાણમાં કરે છે. રોકડીયો પાક હોવાથી ઉત્પાદનપણ સારૂ મળે છે. પણ આજે વાત કરવી છે રાજકોટ જિલ્લાના સફળ ખેડ઼ુતની. ઉપલેટા તાલુકાના પ્રગતિશીલ ખેડૂતકરશનભાઇ રબારી જેને કેળાની આધુનિક ટેકનોલોજીયુકત ખેતી કરીને બીજા ખેડૂતોને પણ પ્રેરણા પુરી પાડી છે. કેળાની સફળખેતીની વાત આવે એટલે સૌ કોઇ કરશનભાઇ ને યાદ કરે. એવું તો શું કર્યું કે તેમની કેળાની ખેતી સૌ વખાણે છે? ઉપલેટાનાખેડૂત કરશનભાઇ રબારીની જમીનમાં જયાં નજર પડે ત્યાં લીલાછમ ભરાવદાર કેળાની લૂમો ઝૂમખા લેતી હોય તેવી ખેતીનાકસબી કરશનભાઇ કહે છે કે, અમોએ 10 વિઘા જમીનમાં કેળાના પિલા લાવીને રોપ્યા હતા. કેળના રોપાની યોગ્ય માવજત,રોપણી, પિયત પદ્ધતિ, નિંદામણ તેમજ રોગજીવાત નિયંત્રણ વિગેરે પાસાઓની સમજ મેળવી.
યોગ્ય માવજતના કારણે હાલકેળાનું ઉત્પાદન એક લાખથી વધુ ની આવક મેળવી રહ્યા છે. ઉપલેટાનાં ધરતીપુત્ર કરશનભાઇ રબારીને ખેતી વારસામાં મળી છે.તેઓ છેલ્લા પાચ વર્ષથી કેળની ખેતી કરી રહ્યા છે. કેળનું એકવાર વાવેતર કરવામાં આવે તો એ 3 થી 4 વર્ષ સુધી ખેડૂતને લાભઆપે છે. કેળમાંથી મળતા પીલામાંથી કેળનું સતત વાવેતર કરી શકાય છે. તેમણે પોતાની 10 વીઘા એકર જમીનમાં કેળનુંવાવેતર કર્યું છે. જેનો એક વીઘા નો ખર્ચો 25 થી 30 હજાર જેટલો થાય છે કેળની ખેતીમાં મહેનત કરવાથી તેની સામે માતબરઉત્પાદન મેળવીને લાખ્ખોની કમાણી કરતા થયા છે. બાગાયતી ખેતી કરતા ખેડૂતે જણાવ્યું હતું કે,ગયા વર્ષે વાવાઝોડાએ કેળનીખેતીને જમીનદોસ્ત કરી નાંખી છે અને કેળના છોડ ઢળી પડ્યા છે તેમજ તેમાં આવેલો મોલ પણ ખરી ગયો છે. જેના કારણેતમામ છોડ અને મોલને ફેંકી દેવાની ફરજ પડતા લાખો રૂપિયાનું નુકસાન થયું હતું પરતું આ વર્ષે તેનું વળતર મળી ગયું છે.બાગાયતી ખેતી માટે ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા સચોટ માર્ગદર્શન આપવામાં આવે છે. ચીલા ચાલુ ખેતી કરતા જે પાકમાં સારૂ એવુ વળતર મળે તેની ખેતી કરવા માટે સૌ ખેડૂતોને અપીલ કરી હતી.