રાજકોટ જિલ્લાના ધોરાજીમાં 1.24 કરોડના ખર્ચે બનેલી સર્કલ પોલીસ કચેરીને અમિત શાહે વર્ચ્યુઅલ ખુલ્લી મુકી હતી.મુખ્ય મહેમાન તરીકે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા જયેશભાઇ રાદડીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડ ડેપ્યુટી એસપી મહર્ષિ રાવલ ધોરાજી પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધસિંહ ગોહિલ સર્કલ પોલીસઇન્સ્પેક્ટર હુકુમતસિંહસિંહ જાડેજાની હાજરીમાં વર્ચ્યુઅલ લોકાર્પણ સમારોહ યોજાયો હતો. રાજ્યના પોલીસ કર્મીઓનેસુવિધાઓ આપવા સરકાર દ્વારા અનેક વિવિધ પ્રોજેક્ટ હાથ ધરાયા છે. જેના ભાગરૂપે રૂ. ૩૪૭.૮ કરોડના ખર્ચે પોલીસવિભાગના ૫૭ રહેણાંક/બિન રહેણાંક મકાનોનું નિર્માણ કરાયું છે.જેનું આજરોજ. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તેમુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની હાજરીમાં ખેડા જિલ્લાના નડિયાદ ખાતેથી રાજ્યના પોલીસ વિભાગ માટે ગુજરાત પોલીસહાઉસીંગ કોર્પોરેશન દ્વારા બાંધવામાં આવેલા ૫૭ નવનિર્મિત રહેણાંક અને બિન રહેણાંક મકાનો તેમજ કચેરીઓનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું
જેમાં રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં ધોરાજી સર્કલ પોલીસ કચેરીનું અમિત શાહે વર્ચ્યુઅલ ખુલ્લી મુકી હતી.ધોરાજી પોલીસ સ્ટેશન ખાતે પરેડ ગ્રાઉન્ડની બાજુમાં નૂતન સર્કલ પોલીસ સ્ટેશનનું જે ગૃહ વિભાગ દ્વારા 1.24 કરોડના ખર્ચેસર્કલ કચેરી બનાવવમાં આવી હતી આ નવનિર્મિત કચેરીનું લોકાર્પણ સમારોહ ભારત સરકારના ગૃહમંત્રી અમિતભાઈ શાહ નાવરદ હસ્તે વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા તેમજ પૂર્વ મંત્રી અનેજેતપુર ના ધારાસભ્ય જયેશભાઇ રાદડીયા રાજકોટ જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ તેમજ ડેપ્યુટી એસ.પી મહર્ષિરાવલ રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઈ ખાચરિયા ધોરાજીના પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધસિંહ ગોહિલ તેમજસર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર હુકુમતસિંહ જાડેજા વગેરેની ઉપસ્થિતમાં યોજાયો હતો. ધોરાજીમાં સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર ની કચેરીછેલ્લા ઘણા વર્ષોથી જર્જરિત થતા જેના માધ્યમથી રાજ્ય સરકારે ગુજરાતમાં સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટરની કચેરી નાબૂદ કરીડેપ્યુટી એસપી કચેરી કરવાનો નિર્ણય કર્યો હતો પરંતુ છેલ્લે ઉદ્ઘાટન સમારોહમાં સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટરની કચેરી નેજમાન્યતા આપતા આજરોજ સવારે 11:30 કલાકે લોકાર્પણ સમારોહ યોજવામાં આવ્યો હતો.કચેરી ખુલ્લી મૂકવામાં આવી હતી.