રાજયમાં ચોરી અને લૂંટના અનેક બનાવો બની રહ્યા છે, રોજે કોઈને કોઈ જગ્યાએ લૂંટ અને ચોરીનાબનાવો બની રહ્યા છે. ત્યારે રાજકોટ શહેરમાં પણ ચોરીના બનાવોનો શિલશીલો યથાવત છે. ત્યારેરાજકોટમાં વધુ એક જગ્યાએ ચોરીની ઘટના બનવા પામી છે. રાજકોટના કુવાડવા રોડ પર મેંગો માર્કેટ સામેઆવેલી ઓમ ઇન્ડિયા એકસ્પોર્ટ નામની ફેક્ટરીને તસ્કરોએ નિશાન બનાવી રૂ.3.40 લાખની રોક્ડ તિજોરીમાંથી ચોરી ગયા હતા.
ચોરી થયા અંગેની ફરિયાદ બી ડિવિઝન પોલીસમાં નોંધાતા ભારે ચકચાર મચી જવા પામી છે.પોલીસે સીસીટીવી ફૂટેજમેળવી ચોરીનો ભેદ ઉકેલવા તપાસ હાથધરી છે.ચોરીને અંજામ આપનાર ચડી બનીયાનધારી ગેંગ હોવાની કુવાડવા પોલીસે શંકાવ્યક્ત કરી છે.સીસીટીવીમાં જોઈ શકાય છે કે આશરે 30 વર્ષની ઉંમરના તસ્કરે બાજુના ડેલામાંથી ફેકટરીના પતરા ઉંચકી ઘુસ્યા બાદ તિજોરી અને ટેબલના ખાનામાંથી રોકડ રકમ લઇ ભાગી ગયા હતા.