રાજકોટ જિલ્લાના ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પોતાની જણસીના ભાવ સારા મળી રહેતા આવક વધી. ઉપલેટા તેમજતાલુકાના ખેડૂતોને માર્કેટિંગ યાર્ડમાં સારા ભાવ મળી રહેતા એરંડા મગફળી સહિતની આવકમાં સારો એવો વધારો થયો છે. હાલગાંધી માર્કેટિંગ યાર્ડ ઉપલેટામાં ખેડૂતોને પોતાની જણસી ના ભાવ એરંડા 1400 થી 1460 સુધી, જીરાના 3000 થી 4100 રૂપિયા સુધી, ઘઉં 400 થી લગાવી 470 સુધી તેમજ મગફળીના 1200 રૂપિયા થી લઈ 1300 સુધી આપી રહી છે.
ત્યારે ખેડૂતોને સારા ભાવ મળી રહેતા ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં આવકમાં વધારો જોવા મળી રહ્યો છે. ગાંધી માર્કેટમાં હાલ દિવસદરમ્યાન સારી આવક થાય છે જેમાં એક દિવસની આવક એરંડાની 250 ક્વિન્ટન , મગફળી ની 300 ગુણી, ઘઉં 400 કટાતેમજ જીરૂ 150 મણ દિવસ દરમ્યાન નિ આવક જણાઈ હતી . ઉપલેટા ગાંધી માર્કેટિંગ યાર્ડ માં દર વર્ષે કરતા આ વર્ષે સારાએવા ભાવ મળી રહેતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી અને સારા ભાવ મળતા હજુ ખેડૂતો પોતાની જણસી માર્કેટિંગ યાર્ડ માં લાવવા જણાવાયું હતું