રાજકોટના ઉપલેટામાં આર્ટ ઓફ લિવિંગ દ્વારા ગુરુજીના જન્મદિવસ નિમિત્તે કરાઈ ઉજવણી કરાઇ. રાજકોટના ઉપલેટામાં આર્ટ ઓફ લિવિંગ દ્વારા શ્રી શ્રી રવિશંકર મહારાજના જન્મદિવસ નિમિતે એક અઠવાડિયા સુધી જુદા-જુદા સેવાકીય કાર્યો,વિતરણ, તેમજ શિબિર યોજવામાં આવી હતી. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આર્ટ ઓફ લીવીંગ પરિવાર દ્વારા ગુરૂજીનાજન્મદિવસ નિમિતે પક્ષીને પાણી પીવા માટેના બે હજાર કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ ત્રણ દિવસ માટે બાલ ચેતનઅને નવ ચેતના શિબિરનું પણ વિનામૂલ્યે આયોજન કરાયું હતું. આ સાથે શિબિર અંગેની માહિતી આપતા આર્ટ ઓફ લિવિંગનાટીચર કિરણબેન સુવાએ જણાવ્યુ હતું કે ઉપલેટા શહેરના આંગણે આર્ટ ઓફ લિવિંગ પરિવાર દ્વારા વિવિધ સામાજીક સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે
જેમાં આ અઠવાડિયામાં ગૂરૂદેવના જન્મદિવસ નિમિતે શહેરના બાપુના બાવલા ચોક ખાતે પક્ષીઓ માટેબે હજાર પાણીના કુંડાનું વિતરણ કરાયુ હતું તેમજ ઝુલેલાલ હોલ ખાતે ત્રણ દિવસ માટે નિઃશુલ્ક બાલ ચેતના અને નવ ચેતનાશિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ શિબિરમાં ધ્યાન, પ્રાણાયામ, અને યોગ સહિતનું આયોજન કરવામાંઆવ્યું હતું. ગુરુજીના જન્મદિવસ નિમિતે ગુરુપૂજા, સત્સંગ, રાસગરબા, કેક અને નાસ્તો, ૫૬ ભોગ સહિતના કાર્યક્રમોયોજવામાં આવ્યા હતા જેમાં બહોળી સંખ્યામાં લોકો, ભક્તો સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા અને ગુરુજીના જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી અને સાથે જ આ ઉજવણીના કાર્યને પણ બિરદાવી હતી.