મહિનાઓથી મોંઘવારીનો માર સહન કરતા આમ આદમીની પીડાનો પડઘો પાડવા જિલ્લા કોંગ્રેસે આજે સવારે રાજકોટનાબહુમાળી ભવન ચોકમાં કાર્યક્રમ રાખ્યો હતો. લીંબુ-મરચાના હાર પહેરીને તથા મોંઘવારી વિરોધ બેનરો ફરકાવીને સૂત્રોચ્ચાર કર્યાહતા. 30 આગેવાનો-કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. રસપ્રદ બાબત એ છે કે કોંગ્રેસના આગેવાનોએ અટકાયત બાદપોલીસ સ્ટેશનમાં પણ સુત્રોચ્ચાર ભાષણબાજી કરી હતી. કોંગ્રેસનાં આ કાર્યક્રમને પગલે પોલીસ કાફલો ધસી ગયો તો. દેકાવોકરતાં આગેવાનોની અટકાયતનો દોર શરુ કર્યો હતો. પોલીસના હાથમાંથી છુટવા મથીને સુત્રોચ્ચાર કરતા કાર્યકરોને ટીંગાટોળીકરીને પોલીસવાનમાં બેસાડી દેવાયા હતા. 30 આગેવાનો-કાર્યકરોની અટક કરવામાાંવી હતી. લીંબુ-મરચાના હાર પહેરવા ઉપરાંત ગેસ સીલીન્ડર વગેરેની પ્રતિકૃતિઓ પણ રાખવામાં આવી હતી.
જિલ્લા કોંગ્રેસનાં 30 આગેવાનો-કાર્યકરોની અટકાયતબાદ તેઓએ પોલીસ સ્ટેશનમાં પણ સુત્રોચ્ચાર અને દેખાવો શરુ કરી દીધા હતા તેમ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અર્જુન ખાટરીયાએકહ્યું હતું. પ્રજાકીય રોષનો પડઘો પાડવા વિરોધ પ્રદર્શન કરાયું હતું તો પોલીસે અમને પણ પૂરી દીધા હતા. પ્રજાકીય પ્રશ્ર્નોનોપડઘો પાડવામાં પણ સજા મળવાની હાલત છે. જિલ્લા કોંગ્રેસનાં કાર્યક્રમમાં અર્જુન ખાટરીયા, ઉપરાંત પૂર્વ પ્રમુખ હિતેષ વોરા,શૈલેષ કપૂરીયા, ડી.પી. મકવાણા, શહેનાઝ બાબી, સુરેશ બથવાર, ભોળાભાઈ ગોહેલ, અવચર નાકીયા, વિનુ ધડુક, એન.ડી.જાડેજા, સવજી પરમાર, ભાવનાબેન ભૂત, રોહિત રાજપૂત, કાળુભાઈ સોલંકી, બશીરભાઈ પરમાર, યતિશ દેસાઈ, મહેન્દ્રસિંહ વાળા, પીનલ સાવલીયા, શારદાબેન વેગડા, પ્રવિણ મૈયડ, મોહિલ ડવ, મીનાબેન જાદવ વગેરે સામેલ થયા હતા.