રાજકોટના આજીડેમ પોલીસ સ્ટેશનમાં વોશરૂમ જવાનું કહી આરોપીની પ્રેમિકાએ ગળેફાંસો ખાઇઆપઘાત કરતા ચકચાર મચી જવા પામ્યો છે. જ્યાં પ્રાથમિક તપાસમાં પ્રેમસંબંધ કારણભૂત હોવાનુંDCP મીણાએ જણાવ્યું હતું. આ મામલે મૃતદેહને પોસમોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડીપોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે DCP ઝોન 1 પ્રવીણ કુમાર મીણાએ મીડિયાનેજણાવ્યું હતું કે,મુકેશ નામક વ્યક્તિ વિરુદ્ધ આઇપીસીની કલમ 326 અનુસાર પ્રાણઘાતક હુમલાના ગુનાહેઠળ ફરિયાદ દાખલ થઈ હતી. જ્યાં મુકેશ અને મૃતક મહિલા નયનાબેનને પ્રેમ સંબંધ હોવાની શંકાએનયનાબેનને ગત સાંજે 6-7 વાગ્યાના અરસામાં બોલાવી પૂછપરછ કરવામાં આવી હતી. જ્યાં તેણે ગોળ ગોળ વાતો કરી હતી.મહિલા ને ડર હતો કે રાત્રે ઘરે જશે તો પતિ મારશે.
તેથી નયનાબેન આજીડેમપોલીસ મથકમાં જ રોકાઈ હતી અને આજે સવારે આપઘાતનું પગલું ભર્યું હતું. ઉલ્લેખનીય છે કે આ બનાવનેપગલે ડીસીપી સહિત કક્ષાના ઉચ્ચ અધિકારીઓ આજીડેમ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા. હાલ પોલીસે મૃતદેહને પીએમ માટેમોકલી અકસ્માતે મોતનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. અહી સવાલો ઊભા થાય છે કે જો મહિલાને તેના પતિથી ડરહતો અને તે વાતની પોલીસને જાણ હતી તો પોલીસે કેમ મહિલાને સુરક્ષિત રીતે તેના ઘરે ન પહોંચાડી? શહેરમાં કાર્યરત મહિલા પોલીસ મથક હોવા છતાં કેમ મહિલા ને આજીડેમ પોલીસે પોલીસ મથકમાં રેસ્ટ કરવા દીધો ? અને શા માટે મહિલા પોલિસસ્ટેશનએ ન મૂકી આવ્યા ? શું આ ઘટનામાં આજીડેમ પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ કઈ છુપાવી રહ્યા છે ? આવા ઘણા સવાલો પોલીસ સામે આંગળી હાલ તો ચીંધી રહ્યા છે