રાજકોટના રેસકોર્સ રિંગ રોડ પર ગઇકાલે સાંજે સાડાછ વાગ્યાની આસપાસ એક કાર પૂરઝડપેપસાર થઈ રહી હતી. ત્યારે બિગ બાઈટ નજીક રસ્તા પર એક યુવાન ચાલીને જતો હતો. કારચાલકમહિલાએ પાછળથી જોરદાર ટક્કર મારતાં યુવાન રોડ પર પટકાયો હતો અને 20 ફૂટ જેટલોઢસડાયો હતો. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. CCTVમાં જોવા મળતી વિગત મુજબ,યુવાન પગપાળા ચાલી જતો જોવા મળે છે. ત્યારે પાછળથી કાળા કલરની કાર પૂરપાટ ઝડપેઆવી રહી હતી. આ કારે યુવાનને જોરદાર ટક્કર મારતાં તે રોડ પર પટકાઇને 20 ફૂટ જેટલોઢસડાતો જોવા મળે છે. કારચાલક એક મહિલા હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને પગલે લોકો એકત્ર થઇ ગયા હતા. આ અકસ્માતમાં યુવાનને ગંભીર ઇજા પહોંચી હતી.
જોકે અકસ્માત બાદ કારચાલક મહિલા ભાગવાને બદલે ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો.યુવાન ઉપરાંત રોડની સાઈડમાં પાર્ક કરલા 3થી 4 બાઇકને પણ અડફેટે લેતાં એમાં નુકસાનપહોંચ્યું છે. ગઇકાલે જામનગર રોડ પર વ્હોરા સોસાયટી નજીક ST બસે બાઇકને ઠોકરે ચડાવતાંયુવાનચાલકનું ગંભીર ઇજા થવાથી સ્થળ પર જ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાંગાંધીગ્રામ પોલીસ હોસ્પિટલ દોડી ગઇ હતી. પોલીસ તપાસમાં અકસ્માતમાં મોતને ભેટેલો રૈયાધારસ્લમ ક્વાર્ટરમાં રહેતો દર્શન બિપિનભાઇ ચૌહાણ હોવાનું જાણવા મળ્યું હતું. મૃતકના ભાઇઆકાશની પૂછપરછમાં પોતે અયોધ્યા ચોક પાસે નાસ્તાની રેંકડી રાખી વેપાર કરે છે. ત્રણ ભાઇ-બહેનમાં નાના દર્શને ધો.12ની પરીક્ષા આપ્યા બાદ તે નાસ્તાની રેંકડી આવી પોતાને મદદરૂપ થતોહતો. દરમિયાન દર્શનને બરફ લેવા મોકલ્યો હતો. ત્યારે વ્હોરા સોસાયટી પાસે પહોંચતાં બસે અકસ્માત સર્જ્યો હતો.