ભારતના પુર્વ વડાપ્રધાન રાજીવગાંધીની 75મી જન્મ જયંતીની ગુજરાત કોંગ્રેસ દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે. ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિના સુચનાને આધારે ગુજરાત કોંગ્રેસે સતત એક વર્ષ સુધી મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતી અને રાજીવ ગાંધીની 75મી જન્મ જયંતી ઉજવવાનો નિર્ણય કર્યો છે. ત્યારે આજે રાજીવ ગાંધીની પ્રતિમાને કોંગ્રેસના નેતાઓએ પુષ્પાંજલી કરી શ્રધ્ધાંજલી પાઠવી છે. બનાસકાંઠાના ડીસા ખાતે સ્વર્ગસ્થ રાજીવ ગાંધીની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. કોંગ્રેસના સ્થાનિક નેતાઓ અને કાર્યકર્તાઓએ રાજીવ ગાંધીના બાવલાને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. મહત્વનું છે કે, ભારત રત્ન રાજીવ ગાંધીની ૭૫મી જન્મ જયંતીની ઉજવણી નિમિત્તે રાજ્યના વિવિધ ભાગોમાં પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા.. જે અંતર્ગત રાજીવ ભવન ખાતે રાજીવજીની પ્રતિમાને ગુજરાત પ્રદેશ, કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમીત ચાવડા અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણીએ, પુષ્પાંજલી અર્પણ કરી હતી.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -