રાજસ્થાનના રણજી પ્લેયરની યુવતી પાસેથી રૂપિયા પડાવવાના કેસમાં ધરપકડ કરવામા આવી છે. રાજસ્થાનના ક્રિકેટ રણજી પ્લેયર આશિષ જૈને સુરતની યુવતીનો અશ્લીલ વીડિયો બનાવી તેની પાસેથી 96 હજાર રૂપિયા પડાવી લીધા હતા. આ સમગ્ર મામલો બહાર આવતા પરિવારે સુરત સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરી હતી. જે ફરિયાદના આધારે સાયબર ક્રાઈમ દ્વારા આરોપીની ધરપકડ કરી જેલભેગો કર્યો છે.
સુરતની એક યુવતી રાજસ્થાનના પૂર્વ ક્રિકેટર રણજી પ્લેયર આશિષ જૈન 2013-14 માં રાજસ્થાનના જુનિયર પ્લેયર તરીકે ક્રિકેટ રમી ચૂક્યો છે. સુરતની એક યુવતી ફેસબુકના માધ્યમથી તેના સંપર્કમાં આવી હતી. ત્યાર બાદ બંને વચ્ચે મિત્રતા થયા બાદ બંને રોજ વાત કરતા થયાં હતા. વાત કરતાં તેમના વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. ત્યારબાદ આશિષ જેને પ્રેમિકાને વીડિયો કોલ કરી તેના કપડાં ઉતરાવી તેનો વીડિયો સ્ક્રીન રેકોર્ડિંગ કરી કર્યું હતું.
ત્યારબાદ આ બંને વચ્ચેનો પ્રેમ સંબંધનો અંત આવ્યો હતો. પ્રેમ સબંધનો અંત આવતા આશિષ જૈને યુવતીને કહ્યું હતું કે તારા વીડિયો અને ફોટા મારી પાસે છે. તું મને પૈસા નહિ આપે તો હું તારા વિડીયો, ફોટો વાયરલ કરી દઈશ. વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને તેણે યુવતીને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. તેના જ આધારે તેની પાસેથી 96 હજાર રૂપિયા પડાવી લીધા હતા. યુવતીને બ્લેકમેલ કરવાનું શરૂ કરતા સૌપ્રથમ યુવતીએ તેના જીજાજીના એકાઉન્ટમાંથી પેટીએમ મારફતે 21000 રૂપિયા આશિષ જૈનના એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા. ત્યાર બાદ થોડો સમય વીત્યા બાદ ફરીથી તેમણે બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યું હતું. અને ત્યારબાદ સતત બ્લેકમેલિંગ કરવાનું શરૂ કર્યું હતું. જોકે યુવતીના પતિને ફોન કરી તેને પણ બ્લેકમેલિંગ કરવાનું શરૂ કર્યું હતું. અને તેની પાસેથી પણ 75 હજાર રૂપિયા પડાવી લીધા હતા. ત્યાર બાદ છેવટે અંતે પરિવારે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલાને ગંભીરતાથી લઇ રાજસ્થાનથી પૂર્વ ક્રિકેટર રણજી ટ્રોફીના આશિષ જૈનની ધરપકડ કરી જેલ ભેગો કર્યો છે.