મહાવાવાઝોડુ ડીપ ડિપ્રેશરમાં ફેરવાતા તેની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે. હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરાઇ હતી. તેની અસર મધ્ય ગુજરાતમાં જોવા મળી રહી છે. ત્યારે અરવલ્લી સહિત રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદી માહોલ છવાયો છે. વહેલી સવારથી જ અરવલ્લી જિલ્લાના મોડાસા, ભિલોડા, ટીંટોઈ, માલપુરમાં વરસાદી ઝાપટુ પડ્યું હતું. વરસાદના કારણે ખેતરોમાં પણ પાણી ભરાઈ જવા પામ્યા હતા. જેના પગલે ખેડૂતોનો બચેલો પાક પણ બરબાદ થાય તેવી સંભાવના છે. વિવિધ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. જેના કારણે રસ્તાઓ તેમજ ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. દરિયાકાંઠે મહા વાવાઝોડાનું સંકટ તો દૂર થઈ ગયું છે, પણ હવે વરસાદી આફત ગુજરાત પર ડોળાય રહી છે. જેના કારણે રાજ્યના વિવિધ ભાગોમાં વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -