રાજ્યમાં હાલ છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે. ત્યારે આગામી 3 દિવસ સુધી રાજ્યમાં આ રીતે જ છુટોછવાયો વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. સાથે જ હવામાન વિભાગે 25 તારીખે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 37 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. 26 જુલાઇ બાદ વરસાદ ઓછો થશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. તો ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 140 તાલુકામાં વરસાદ નોંધાયો છે.
(File Pic)
સૌથી વધુ વરસાદ ગાંધીનગરના માણસામાં ચાર ઇંચ પડ્યો છે. તો સાવરકુંડલામાં પણ ચાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. તાપીના સોનગઢ અને મહેસાણાના કડીમાં પોણા ચાર ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. મહેસાણાના બહુચરાજી તાલુકાના અજબપુરામાં ગત રાત્રે વીજળી પડી હતી. નર્મદેશ્વર મહાદેવ મંદિર ઉપર વીજળી પડી હતી.
(File Pic)
વીજળી પડવાથી મંદિરને ભારે નુકસાન થયું હતું. તેમજ ઘુમ્મટના ભાગને પણ મોટું નુકસાન પહોંચ્યું છે. ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 15 તાલુકામાં બે ઇંચથી વધારે વરસાદ પડ્યો છે. તો રાજ્યના 40 તાલુકામાં 1 ઈંચથી વધારે વરસાદ નોંધાયો છે. આજે સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા દરમિયાન રાજ્યના 7 તાલુકામાં વરસાદ નોંધાયો છે. પોરબંદરના રાણાવાવ, જૂનાગઢનાં વંથલી અને ગીર સોમનાથના કોડીનારમાં અડધા ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.