દેશમાંથી હવે ઠંડીએ વિદાય લીધી છે. બીજી તરફ હવામાન વિભાગે આગાહી કરી છે કે ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં વરસાદ પછી હવે તાપમાન ફટાફટ વધી શકે છે. મધ્ય પ્રદેશ, હરિયાણા અને રાજસ્થાનના અનેક વિસ્તારોમાં આંધીનો પણ ખતરો મંડાઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દેશના મધ્ય અને પશ્ચિમ વિસ્તારોમાં ભારે પવન સાથે કરા પડી શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે મોસમની ગતિવિધી આજે સવારથી પૂર્વ ઉત્તર પ્રદેશ, પૂર્વ મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને સિક્કિમ તરફથી આગળ વધશે.
આ વિસ્તારોમાં આગામી 24 કલાક સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે. સ્કાઈમેટ વેધર પ્રમાણે આગામી 24 કલાક દરમિયાન પશ્ચિમ હિમાલયના રાજ્યોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. ઉત્તર અને પૂર્વ રાજસ્થાન, પંજાબ, હરિયાણા, દિલ્હી, પશ્ચિમ અને મધ્ય ઉત્તર પ્રદેશના અમુક વિસ્તારો, મધ્ય પ્રદેશના અમુક વિસ્તારો અને છત્તીસગઢના અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. જ્યારે હરિયાણા, દિલ્હીથી જોડાયેલા વિસ્તારો અને રાજસ્થાનમાં 20થી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.