છોટાઉદેપુર જિલ્લાના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થઇ ગયો છે. વરસાદ વરસતા ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે. ખેડૂતોને ભારે નુકશન થવાની ભીતિ સેવાઈ રહી છે. વરસાદ વરસતા વાતવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. એમ પણ છોટાઉદેપુર જિલ્લામાં ઘણા લાંબા સમયથી વરસાદે વિરામ લેતા ખેતી પાકને જે છેલ્લા વરસાદની જરૂર પડે એનીરાહ જોઈ ખેડૂતો બેસી રહ્યા હતા. મહા વાવાઝોડાની અસરના પગલે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મહા વાવાઝોડુ આજે બપોરે દિવના દરિયામાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે. મહા ડીપ ડિપ્રેશનમાં ફેરવાતા રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જે અંતર્ગત આજે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તેમજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગીર સોમનાન, દીવ, અમરેલી, ભરૂચ, આણંદ અમદાવાદ, બોટાદ, ભાવનગર સહિતના જિલ્લામાં વરસાદ રહેશે. ભારે વરસાદની સાથે પવનની ઝડપ 70 કિમિ સુધીની રહે તેવી શક્યતા હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -