હાલ કોઇપણ પ્રવાસી રેલવે ટિકિટ બૂક કરાવવા પ્રયાસ કરે ત્યારે તેને પહેલો ડર એ હોય કે કન્ફર્મ ટિકિટ તો મળશે ને…કે વેઇટિંગ આવશે તો કેટલું આવશે અને પછી વેઇટિંગ નંબર આગળ વધશે કે નહીં. પરંતુ, રેલવેએ જાહેર કરેલા નેશનલ રેલ પ્લાન અનુસાર કદાચ 2024 સુધીમાં વેઇટિંગ લિસ્ટની સિસ્ટમ જ નાબૂદ થઇ જશે.
તેને બદલે રેલવે પ્રવાસી ટ્રેનોમાં ડિમાન્ડ અનુસાર ગાડી દોડાવવાનું આયોજન કરી રહી છે. રેલવે બોર્ડના ચેરમેન વીકે યાદવે મીડિયા સમક્ષ જણાવ્યું કે આ માટે 2.9 લાખ કરોડ રુપિયાનો ખર્ચ થશે. અમે નેશનલ રેલ પ્લાન સંદર્ભે સ્ટેકહોલ્ડર પાસેથી સૂઝાવ લઈશું અને આશા છે કે તેને એક મહિનાની અંદર અંતિમ સ્વરુપ આપવામાં આવશે.
તેમણે સાથે જ ઉમેર્યું કે ઓપરેટિંગ કોસ્ટને ઓછી કરવામાં આવશે અને ફ્રેટ ટેરિફને વ્યાવહારિક બનાવવામાં આવશે. આ સાથે રેલવેએ વિઝન 2024 હેઠળ 2024 સુધી ફ્રેટ મુવમેન્ટ 2024 મિલિયન ટન પહોંચાડવાનું લક્ષ્ય રાખ્યું છે, જે 2019માં 1210 મિલિયન ટન હતું