કોરોના મહામારીને લઈ લોકડાઉનને લઈ સરકારને ઘેર્યા બાદ હવે ચીન સાથે સરહદ પર તણાવપૂર્ણ સ્થિતિને લઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોદી સરકારને ઘેરી છે. રાહુલ ગાંધીએ ચીન સાથે સરહદ પર વર્તમાન સ્થિતિને લઈ મોદી સરકારના મૌન અંગે સવાલ ઉઠાવ્યા છે.
આ અંગે રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ટ્વીટ કરી લખ્યું છે કે ચીનની સરહદ પરની પરિસ્થિતિ અંગે સરકારના મૌનના લીધે સંકટના સમયમાં અને અટકળોએ વેગ પકડ્યો છે અને અનિશ્ચિત્તા બનેલી છે.
ભારત સરકારે સ્પષ્ટપણે કહેવું જોઈએ કે શું થઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે 5 મેના રોજ ભારત અને ચીનના 250 જેટલા સૈનિકો પૂર્વ લદ્દાખના પેગોંગ લેક વિસ્તારમાં લોખંડના સળિયા અને લાકડીઓથી તેમની વચ્ચે અથડામણ થઈ હતી.
બંને બાજુ પથ્થરમારો પણ થયો હતો. આ ઘટનામાં બંને દેશોના સૈનિકો ઘાયલ થયા છે. આવી જ બીજી ઘટનામાં 9 મેના રોજ સિક્કિમ સેક્ટરમાં નકુ લા પાસે નજીક બંને દેશોના લગભગ 150 સૈનિકો વચ્ચે ઘર્ષણ થયું હતુ. પેંગોંગ ત્સો ઝરણા અને ગલવાન વેલીમાં, એલએસીને અડીને આવેલા ઘણા વિસ્તારોમાં પણ બંને બાજુથી સૈન્યની સંખ્યામાં મોટો વધારો જોવા મળ્યો છે.