કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ચીન અને ભારત વચ્ચે તણાવભરી સ્થિતિને લઇ પીએમ મોદી પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું કે પીએમ મોદીને છોડી દરેક ભારતીયને સેનાની ક્ષમતા અને વીરતા પર વિશ્વાસ છે.
રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે, વડાપ્રધાન સિવાય દરેક વ્યક્તિને ભારતીય સેનાની ક્ષમતા અને વીરતા પર વિશ્વાસ છે. જેમની કાયરતાએ ચીનને ભારતની ભૂમિ લેવાની મંજૂરી આપી. રાહુલ ગાંધીએ સતત ભારત-ચીન સરહદ વિવાદને લઈને કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર આકરા પ્રહાર કરતા રહે છે.
(File Pic)
મળતી માહિતી મુજબ, ચીન મુદ્દે કેન્દ્ર સરકાર પર સતત પ્રહાર કરતા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ રવિવારે ફરી એકવાર સરકાર પર નિશાન સાધ્યું હતું. ચીન સાથેના વિવાદ પર રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ભારત સરકાર લદાખ કેસમાં ચીની ઇરાદાઓનો સામનો કરવાથી ડરી રહી છે. તેમણે કહ્યું કે દરેક ભારતીયને દેશની સૈન્યમાં વિશ્વાસ છે પરંતુ વડાપ્રધાન એવું માનતા નથી.