કોરોના વાયરસના કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થાની સાથે ભારતની અર્થવ્યવસ્થા પણ પાટા પરથી ઉતરી ગઈ છે. આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપવા માટે સરકાર જાન ભી જહાં ભી નીતિ પર કામ કરી રહી છે.
નોબેલ પુરસ્કાર વિજેતા અર્થશાસ્ત્રી અભિજીત બેનર્જી સાથે રાહુલ ગાંધીની વાતચીતમાં બેનર્જીએ સૌથી મોટો ભાર એ વાત પર મુક્યો હતો કે સરકાર લોકોના હાથમાં પૈસા આપે.
રાહુલ ગાંધી અને અભિજીત બેનર્જીએ આ દરમિયાન અર્થવ્યવસ્થાના પડકાર, કોરોના સંકટમાંથી બહાર આવવા અંગે મંથન કર્યુ. રાહુલ ગાંધીએ અભિજીતને પૂછ્યું કે, જ્યારે તમે નોબેલ પુરસ્કાર જીત્યો ત્યારે શું તે ચોંકાવનારુ હતું? અભિજીતે કહ્યુ કે, બિલકુલ, તેમણે આવું ક્યારેય વિચાર્યુ ન હતું.
અભિજીત બેનર્જીએ કહ્યું કે યુપીએ સરકારે ઘણી સારી નીતિઓ લાગુ કરી હતી, પંતુ હવે તે સરકાર અહીં લાગુ નથી કરી રહી. યૂપીએ સરકારે જે આધારે જેવી યોજના લાગુ કરી હતી, આ સરકારે પણ તેને યોગ્ય ગણાવી અને તેના પર જ કામ કર્યુ. તેમણે કહ્યું કે આજના સમયમાં આ પ્રકારની સુવિધા ઘણી સાચી સાબિત થઇ હતી પરંતુ એવું ન થઇ શક્યું. તેનો અર્થ એ છે કે દેશ વ્યાપી યોજના લાગુ નથી થઇ શકી.