રાજસ્થાનમાં 14 ઓગસ્ટથી શરૂ થનાર વિધાનસભા સત્ર પહેલાં સચિન પાયલટની ઘર વાપસીના પ્રયત્નો તેજ થઇ ગયા છે. રાજસ્થાનમાં અશોક ગેહલોત સરકાર પર રાજકીય સંકટને લઈને એક મોટા સમાચાર સામે આવ્યાં છે.
(File Pic)
રાજકીય ઉથલપાથલના આ સમયમાં સતત બદલાતા રહેલા ઘટનાક્રમની વચ્ચે પાર્ટીમાં બળવાખોરી કરનાર PCC ચીફ સચિન પાયલટે સોમવારે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત કરી હતી. સચિન પાયલટ સાથે મુલાકાત બાદ રાહુલ અને પ્રિયંકા ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના ઘરે પહોંચ્યા હતા. કોંગ્રેસ માટે રાહતની વાત એ છે કે સચિન પાયલટ પોતાની નારાજગી ભૂલીને ફરીથી પાર્ટીમાં પરત ફરે.
(File Pic)
આમ પણ સચિન પાયલટએ સ્પષ્ટ કરી દીધું હતું કે તે ભાજપમાં જોડાશે નહી અને પાર્ટીમાં રહીને જ પોતાનો અવાજ ઉઠાવશે. જોકે રાજસ્થાનમાં અશોક ગેહલોત જૂથના ધારાસભ્યોને બાગી ધારાસભ્યો વિરૂદ્ધ એક્શનની માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે રવિવારે જેસલમેરની હોટલ સૂર્યગઢ ખાતે વિધાનસભા દળની બેઠક મળી હતી.
(File Pic)
જેમાં કોંગ્રેસના કેટલાક નેતાઓ અને કોંગ્રેસના ધારાસભ્યોએ પાઇલટ કેમ્પ માટે કોંગ્રેસના દરવાજા બંધ રાખવાનું સૂચન કર્યું હતું. પરંતુ, ઘણા નેતાઓ સમાધાનની કવાયતમાં જોડાયેલા છે. ત્યારે હવે જોવુએ રહેશે કે રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે સચિન પાયલટની રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથેની આ મુલાકાત આગામી સમયમાં શું રંગ લાવે છે.