બનાસકાંઠા જિલ્લાના ડીસાની મુકબધીર હનીના હત્યારાને એડિશનલ સેશન્સ કોર્ટ દ્વારા આખરે ફાંસીનીસજા સંભળાવી છે. બનાસકાંઠા જિલ્લાના ડીસામાં થોડા સમય અગાઉ હાઇવે વિસ્તાર માં રહેતી એકમુકબધીર સગીરા નું એક યુવકે અપહરણ કર્યું હતું તેમજ તેની સાથે દુષ્કર્મ આચર્યા બાદ તેનું ગળુંકાપીને હત્યા કરી ફરાર થઈ ગયો હતો જોકે આ જઘન્ય ઘટના ના પગલે સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા તેમજ સ્વર્ગસ્થ મુકબધીર પીડિતા ને ન્યાય અપાવવા માટે ચારેકોરથી ઉગ્ર માંગ ઉઠી હતી
જોકે આ કેસ ડીસા કોર્ટ માં દાખલ થયા બાદ આજે બુધવારે તેંનો જાહેરથનાર હોઈ તેને યોગ્ય ન્યાય મળે તે માટે સવાર થીજ વિવિધ શાળા ઓની મુકબધીર વિદ્યાર્થીનીઓતેમના પરિવાર સાથે ડીસા કોર્ટ પહોંચી તેમજ આ દીકરી ને યોગ્ય ન્યાય મળે તેમજ આરોપીનેફાંસીની સજા થાય તેવી માંગ સાથે બેનરો લગાવી ન્યાય ની માંગ કરી હતી અને આજે બુધવારે ડીસાકોર્ટે તેનો ચુકાદો આપતા આરોપીને ફાંસીના સજાનો હુકમ કર્યો હતો