પુલવામામાં થયેલ આતંકી હુમલા મામલે રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ)એ વધુ બે લોકોની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલ લોકોની પૂછપરછમાં એક વ્યક્તિએ ચોંકાવનારો કરતા જણાવ્યું કે, આઈઈડી બનાવવા માટે રસાયણોની ઓનલાઈન ખરીદી કરી હતી.
દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લામાં ગત વર્ષે આ આતંકવાદી હુમલામાં સીઆરપીએફના 40 જવાન શહિદ થયા હતા. પુલવામામાં 14 ફેબ્રુઆરી, 2019એ એક આત્મઘાતી હુમલાખોરે વિસ્ફોટથી ભરેલ એક કાર સીઆરપીએફના કાફલામાં ઘુસીને વિસ્ફોટ કરી દીધો હતો.
મળતી માહિતી મુજબ, પુલવામામાં ગત વર્ષે સીઆરપીએફના જવાનો પર થયેલા આતંકવાદી હુમલાને લઈને મોટો ખુલાસો છે. તેમાં ઉપયોગમાં લેવાયેલા ઈમ્પોવાઈઝ્ડ એક્સપ્લોસિવ ડિવાઈસ બનાવવા માટે કેમિકલ એમેઝોનમાંથી ઓનલાઈન મંગાવવામાં આવ્યું હતું.
રાષ્ટ્રીય તપાસ એજન્સીએ આ મામલામાં વાઈજ ઉલ ઈસ્લામ અને મોહમ્મદ અબ્બાસ રાથેડની ધરપકડ કરી છે. વાઈજ શ્રીનગર અને અબ્બાસ પુલવામાના હાકરીપોરાનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. પુલવામા હુમલાને લઈને અત્યાર સુધીમાં 5 લોકોની ધરપકડ થઈ ચૂકી છે. 3 દિવસ પહેલા જ એનઆઈએએ હાકરીપોરમાંથી પિતા-પુત્રીની ધરપકડ કરી હતી. તેમની પર આરોપીઓને શરણ આપવાનો આરોપ છે…