ગુજરાત સરકાર દ્વારા હાલ નાગરિકોના હિતમાં અનેક નિર્ણયો લેવામાં આવ્યો છે. તો કેટલાક નિયમોમાં બદલાવ કરવામાં આવી રહ્યો છે.કોરોનાની મહામારીના કારણે આર્થિક સંકળામણ અને પેટ્રોલ ડિઝલના ભાવમાં વધારામાં સામાન્ય પ્રજા પિસાઈ રહી છે. ત્યારે વધુ એક મોંઘવારીનો માર કરોડો વાહન ચાલકો પર પડ્યો છે. રુપાણી સરકારે વાહનોના PUC ના દરમાં વધારો કર્યો છે.
(File Pic)
તમામ પ્રકારના વાહનોના PUC સર્ટિફિકેટના દરમાં વધારો કરવામાં આવ્યો છે. ટુ વ્હીલર, થ્રિ વ્હિલર વાહનો, લાઈટ મોટર વ્હીકલ તથા મીડિયમ અને હેવી વાહનો માટે પીયુસીના રેટમાં વધારો કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, .ગુજરાતના વાહન વિભાગે પીયુસીના દરને લઈ મહત્વની નિર્ણય કર્યો છે.
જેમાં ગુજરાતમાં વાહનોના પીયુસીના દરમાં વધારો કરાયો છે. ટૂ વ્હીલર માટે પીયુસીના દર 20 રુપિયાથી વધારીને 30 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે. જ્યારે મીડિયમ વ્હીકલ માટે રૂપિયા 60થી વધારીને પીયુસી દર રૂપિયા 100 કરવામાં આવ્યો છે. તો ફોર વ્હીલર માટે રૂપિયા 80 કરાયો છે. આ ઉપરાંત ત્રણ પૈડાવાળા વાહનો માટે પીયુસીનો દર 25 રુપિયાથી વધારીને 60 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે. ગુજરાતમાં એકાએક પીયૂસીના ભાવમાં વધારો કરવાની જાહેરાતથી કોરોનાકાળમાં વાહનચાલકોને ઝટકો લાગ્યો છે.