કોરોનાની મહામારીના પગલે વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે જુદી જુદી શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ઓનલાઈન શિક્ષણ શરુ કરવામાં આવ્યું છે. જોકે સતત ઓનલાઈન રહેવાથી વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય પર પણ તેની વિપરીત અસર પડી રહી છે. જેને ધ્યાનમાં રાખી માનવ સંશાધન વિકાસ મંત્રાલય દ્વારા આ અંગે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે.
(File Pic)
જે મુજબ પ્રિ પ્રાયમરીમાં ભણતા નાના બાળકોને માત્ર અડધો કલાક જ ઓનલાઈન શિક્ષણ આપી શકાશે. જ્યારે ધો, 1થી 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને 45 મિનીટના એક એવા બે સેશન નક્કી કરવામાં આવ્યા છે એટલે કે કુલ 90 મીનીટ જ ઓનલાઈન શિક્ષણ આપી શકાશે. જ્યારે ધો. 9થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને, 30થી 45 મિનીટના સેશન નક્કી કરવામાં આવ્યા છે. એટલે કે બેથી ચાર કલાક જ ઓનલાઈન શિક્ષણ આપી શકાશે.
(File Pic)
મહત્વનું છે કે, કોરોના વાયરસને વધુ ફેલાતો અટકાવવા માટે લાગુ કરાયેલા નિયમોને લઈને શાળા અને કોલેજ છેલ્લા ચાર મહિનાથી બંધ છે. નવા શૈક્ષણિક સત્રમાં શાળાઓ દ્વારા ઓનલાઈન શિક્ષણ આપવાની શરૂઆત કરી છે. જેની સામે ઊભા કરાયેલા કેટલાક સવાલોને ધ્યાને લઈને કેન્દ્રીય માનવ સંસાઘન વિકાસ વિભાગ દ્વારા આ ઓનલાઈન શિક્ષણ અંગેની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.