જામનગરમાં દલિત સમાજ દ્વારા દિલ્હીમાં સંત રોહિદાસનું મંદિર તોડી પડાતા વિરોધ કરવામાં આવ્યો હતો.દિલ્હીમાં સંત શિરોમણી રોહિદાસનું મંદિર તોડી પાડવામાં આવતા દલિત સમાજના આગેવાનોએ જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવી રજુઆત કરી હતી.જામનગરમાં લાલ બંગલાથી બાઇક રેલી યોજી કલેકટર કચેરીએ સૂત્રોચ્ચાર કરી આવેદન પત્ર આપ્યું છે.મોટી સંખ્યામાં દલિત સમાજના આગેવાનો જોડાયા હતા.સંત શિરોમણી રોહિદાસએ દલિત સમાજના સંત છે અને દલિત સમાજના લોકો ઇષ્ટ દેવની જેમ રોહિદાસમાં શ્રદ્ધા ધરાવે છે.અને સંત રોહિદાસનું મંદિર બનાવી પૂજા અર્ચના કરે છે.સંત રોહિદાસ એટલે શ્રી કૃષ્ણના પરમ ભક્ત મીરાબાઈના ગુરુજી. જેમણે મીરાબાઈના મનને કૃષ્ણના શ્યામ રંગે રંગી દીધુ.સંત રોહિદાસનો જન્મ પવિત્ર ભૂમિ કાશીમાં થયો હતો.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -