રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સારી રીતે જળવાઈ રહે તે માટે કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની ઉપસ્થિતિમાં ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી ખાતે તા.12 જુનના રોજ સવારે 11 થી 2 દરમિયાન ‘કન્વીકશન રેટ: સરકારી વકીલની ભુમિકા’ વિષયક એક દિવસીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ અન્વયે ડાયરેકટર ઑફ પ્રોસીકયુશનના ઈન્ચાર્જ ડાયરેકર જગરૂપ સિંહ રાજપૂતે જણાવ્યુ હતું કે, ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી ખાતે તા.12 જુનના રોજ સવારે 11 થી 2 દરમિયાન ‘કન્વીકશન રેટ: સરકારી વકીલની ભુમિકા’ વિષયક એક દિવસીય પરિસંવાદ યોજાશે. જેની અધ્યક્ષતા રાજ્યના કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી કરશે.
રાજયમાં કન્વીક્શન રેટમાં સુધારો થાય તે માટે આ કચેરી દ્વારા પોલીસ ઈન્વેસ્ટીગેશન તેમજ કોર્ટ પ્રોસીંડીગની કામગીરીની દેખરેખ રાખવી અને જરૂરી સલાહ સુચનો આપવાની કામગીરી કરે છે. આ કાર્યક્રમમાં રાજયના તમામ મદદનીશ સરકારી વકીલો ઉપરાંત રાજયના કાયદા સચિવ પી.એમ.રાવલ, ડેપ્યુટી ડાયરેક્ટર રાકેશ રાવ તથા ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટીના ડાયરેકટર ડો. એસશાંથા કુમાર પણ ખાસ ઉપસ્થિત રહેશે.