સમગ્ર દેશમાં બિલ્ડરો અને પ્રોપર્ટી ખરીદનારાઓ વચ્ચેના સોદા અંગે સમાન નિયમો હોવા જોઈએ. સુપ્રીમ કોર્ટે સોમવારે આ વાત કહી. કોર્ટે કહ્યું કે દેશભરમાં પ્રોપર્ટી ખરીદનારાઓ છેતરપિંડીનો શિકાર બની રહ્યા છે. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બેન્ચે કહ્યું, ‘બિલ્ડરો ખરીદદારો પર કઈ વસ્તુઓ લાદી શકે છે? આ અંગે દેશવ્યાપી નિયમ હોવો જોઈએ.
નહિંતર, બિલ્ડરો દેશભરમાં ખરીદદારોને છેતરવાનું ચાલુ રાખશે. એડવોકેટ અશ્વિની ઉપાધ્યાય દ્વારા 2020માં દાખલ કરવામાં આવેલી પીઆઈએલની સુનાવણી દરમિયાન બેન્ચે આ વાત કહી. બેન્ચમાં ચીફ જસ્ટિસ ઉપરાંત જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રા પણ સામેલ હતા.