ભારત સરકારના મધ્યમ લઘુ અને સૂક્ષ્મ ઉદ્યોગ વિભાગના મંત્રીશ્રી નારાયણ રાણેએ ગુજરાતમાં કોઈર બોર્ડ આધારિત નાળિયેર સંબંધિત ઉત્પાદકીય પ્રવૃત્તિઓનો વ્યાપ વધારીને, રોજગારીની નવી તકોના સર્જન સાથે રાજ્યના વિકાસમાં યોગદાન આપવાની મહેચ્છા વ્યકત કરી છે. તેની સાથે તેમણે વિપક્ષોની રાજનીતિથી પ્રેરિત કિસાન આંદોલન સફળ થશે નહિ અને કિસાનો પ્રધાનમંત્રી અને ભાજપ સાથે જ રહેશે તેવું મક્કમ પણે જણાવ્યું છે.
શ્રી રાણે કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં યોજાયેલી કોઇર બોર્ડની બેઠકમાં હાજરી આપવા જઈ રહ્યાં હતાં. તેમણે વડોદરા ખાતે માધ્યમ સંવાદ કર્યો હતો. કોઈર બોર્ડના અધ્યક્ષ તેમની સાથે રહ્યાં હતા. મેયરશ્રી કેયુર રોકડીયા અને સાંસદ રંજનબેન ભટ્ટે તેમની શુભેચ્છા મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું કે કેરળ તમિલનાડુ કર્ણાટક અને મહારાષ્ટ્ર જેવા દરિયાકાંઠાના રાજ્યોની સરખામણીમાં ગુજરાત લાંબો દરિયાકાંઠો ધરાવતું રાજ્ય હોવા છતાં નાળિયેરના છોડાં, કાચલીઓ ઇત્યાદિ આધારિત ઉત્પાદનોની પ્રવૃત્તિ ઘણી ઓછી છે
