સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના પ્રવાસનધામ પોળો ફોરેસ્ટ ખાતે તેના કુદરતી સૌદર્યને લઇ અનેક લોકો આ કુદરતી સૌદર્યને નીહાળવા તેમજ માણવા અહીં આવતા હોય છે. પ્રવાસ માટે આવતા લોકો પોતાની સાથે પ્લાસ્ટીકથી બેગ તેમજ અન્ય વસ્તુઓનો ઉપયોગ કરતા હોય છે.
જેને લીધે કુદરતના ખોળે પ્રદૂષણ જેવી આપત્તિ ઉભી થાય છે.આથી પોળો જંગલ ખાતેના શારણેશ્વર મંદિર પાસે પ્રવાસીઓની સુવિધા વધારવા અને જંગલ વિસ્તારને પોલ્યુશન ફ્રી ઈકો ટુરીઝમ તરીકે વિક્સાવવા માટે જિલ્લા સમાહર્તા શ્રી હિતેષ કોયા દ્રારા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. જેમાં પોળો વિસ્તારના શારણેશ્વર મંદિરના ફોરેસ્ટ નાકાથી વણજ ડેમ અને વણજ ડેમ થી વિજયનગર તરફ જતા પ્રથમ ત્રણ રસ્તા સુધીના રોડ ઉપર ચાર પૈડા અને તેથી ભારે વાહનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ જાહેરનામું તા. ૧૬ ઑગસ્ટ ૨૦૨૨ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતા કલમ ૧૮૮ હેઠળ દંડને પાત્ર થશે.