અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ ગયા વર્ષે ઘોષણા કરી હતી કે તે તેની ઓટોબાયોગ્રાફી લખી રહી છે, આ પુસ્તકનું નામ પ્રિયંકાએ ‘અનફીનીશ્ડ’ રાખ્યું છે, પ્રિયંકાએ નિર્ણય લીધો હતો કે તે 2019 માં તેનું પુસ્તક બહાર પાડશે, પરંતુ હજી સુધી તેની બાયોગ્રાફી પૂર્ણ થઈ નથી .પ્રિયંકાએ જણાવ્યું હતું કે ‘હું એક પુસ્તક લખી રહી છું, મારું આ પુસ્તક ખૂબ જ વિશિષ્ટ હશે. આવતા વર્ષે મારા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 20 વર્ષ પુરા થશે. જ્યારે મેં મારી કારકિર્દીની શરૂઆત કરી હતી ત્યારે મારી ઉંમર 17 વર્ષની હતી. 20 વર્ષ પુરા થવા મારા માટે એક મોટી બાબત છે. તેથી મેં મારી યાત્રા અને યાદો વિશે એક પુસ્તક લખવાનું નક્કી કર્યું હતું.’
આ દરમિયાન, પ્રિયંકાએ બીચ ટેકના વ્યવસાયમાં પણ ઇન્વેસ્ટ કર્યું છે, પ્રિયંકાએ યુ.એસ. માં એન્જિનિયરિંગ સ્કૂલમાં પણ ઇન્વેસ્ટ કર્યું છે, આ સ્કુલ ભણવાને બદલે વિદ્યાર્થીઓ પાસેથી ફી લેતી નથી, પરંતુ જ્યારે તેમનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી નોકરી મળે છે,તેમના શિક્ષણ પાછળ ખર્ચવામાં આવેલી અમુક ટકા રકમ પાછી લેવામાં આવે છે. ફિલ્મોની વાત કરીએ પ્રિયંકાના પ્રોડક્શનની મરાઠી ફિલ્મ પાણી તૈયાર છે, જે રિલીઝ થવા જઈ રહી છે, તે ફિલ્મને નેશનલ એવોર્ડ પણ મળ્યો છે.
પ્રિયંકા આ પુસ્તકમાં પોતાને એક મનોરંજક અને બોલ્ડ વ્યક્તિ તરીકે વર્ણવશે. પ્રિયંકાની ફિલ્મ ‘ધ સ્કાય ઇઝ પિંક’ તાજેતરમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં પ્રિયંકાની સાથે ફરહાન અખ્તર અને ઝાયરા વસીમ મુખ્ય ભૂમિકામાં છે.