બોલીવુડ બાદ હોલીવુડમાં પોતાની આગવી ઓળખ બનાવી ચુકેલ પ્રિયંકા ચોપરા હાલમાં ખૂબ જ ચર્ચામાં છે. ગ્લોબલ સ્ટાર કપલ નિક જોનાસ અને પ્રિયંકા ચોપરા એ લગ્નના બે વર્ષ પૂરા કર્યા છે. આ પ્રસંગે બંનેએ તેમના શાહી લગ્નની કેટલીક અનસીન સુંદર તસવીરો શેર કરી હતી.
લગ્નના બે વર્ષ પછી, પ્રિયંકા અને નિક વચ્ચે કંઈક એવું બન્યું જેને સાંભળીને તમે આશ્ચર્યચકિત થઈ જશો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પ્રિયંકાએ નિકને અપશબ્દો કહી કારમાંથી ઉતારી દીધો હતો.
જોકે આ પાછળનું કારણ એ છે કે, આ આખો ઘટના રિયલમાં નહીં પરંતુ રીલ લાઇફના કારણે જોવા મળી રહી છે. ડેઇલી મેઇલ ડોટ કોમના અહેવાલો અનુસાર, બંને સ્ટાર્સ તેમની આગામી ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા છે, જેમાં બંને એક કેબમાં બેઠા છે. આ દરમિયાન બંને વચ્ચે કોઈ બાબતને લઇને તણાવ હોય છે, ત્યારબાદ પ્રિયંકા નિકને અપશબ્દો બોલીને ગાડીમાંથી ઉતારી દે છે.