ભારતીય ક્રિકેટ ટીમ હાલ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે છે. તે જ સમયે, ભારતમાં ઘરેલુ ટૂર્નામેન્ટ દેવધર ટ્રોફી રમાઈ રહી છે. આ બધાની વચ્ચે ટીમ ઈન્ડિયાનો એક ખેલાડી ભારત છોડીને વિદેશ પહોંચી ગયો છે. ટીમ ઈન્ડિયામાંથી સતત આઉટ થઈ રહેલ આ ખેલાડી હવે વિદેશી ટીમ માટે રમતા જોવા મળશે. આ ખેલાડી પોતાની ડોમેસ્ટિક ટીમ છોડીને નવી ટીમમાં સામેલ થયો છે અને ટૂંક સમયમાં જ એક્શનમાં જોવા મળશે.
આ ખેલાડી હવે બીજા દેશમાં ક્રિકેટ રમશે
ટીમ ઈન્ડિયામાં ઘણા સમયથી તકની રાહ જોઈ રહેલા ડેશિંગ બેટ્સમેન પૃથ્વી શૉએ એક મોટું પગલું ભર્યું છે. પૃથ્વી શૉ કાઉન્ટી ચેમ્પિયનશિપ રમવા માટે ઈંગ્લેન્ડ પહોંચી ગયો છે. 23 વર્ષીય પૃથ્વી શૉ કાઉન્ટીમાં નોર્થમ્પટનશાયર ટીમ તરફથી રમશે. પૃથ્વી શો 4 ઓગસ્ટ એટલે કે શુક્રવારથી તેની કાઉન્ટી ટીમ સાથે રમતા જોવા મળશે.
BCCI પાસેથી NOC મેળવ્યું
નોર્થમ્પ્ટનશાયર ટીમના ચીફ એક્ઝિક્યુટિવ રે પેને કહ્યું કે તેમને જણાવતા આનંદ થાય છે કે પૃથ્વી શો રવિવારે યુકે પહોંચી ગયો છે અને 4 ઓગસ્ટથી શરૂ થઈ રહેલા વન ડે કપમાં ભાગ લેશે. પૃથ્વી શૉ પુડુચેરીમાં ચાલી રહેલી દેવધર ટ્રોફી ઇન્ટર-ઝોનલ ODI ચેમ્પિયનશિપમાં રમી રહ્યો હતો, પરંતુ BCCI તરફથી NOC મળ્યા બાદ તે હવે કાઉન્ટી ચેમ્પિયનશિપ રમવા પહોંચી ગયો છે.
છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ 2021માં રમાઈ હતી
પૃથ્વી શૉએ ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધીમાં 5 ટેસ્ટ, 6 ODI અને એક T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે. ટેસ્ટમાં તેણે સદી સહિત 339 રન ઉમેર્યા છે. વનડેમાં તેણે 31.50ની એવરેજથી 189 રન બનાવ્યા છે. તે છેલ્લે વર્ષ 2021માં ટીમ ઈન્ડિયાની જર્સીમાં જોવા મળ્યો હતો. ત્યાર બાદ તેણે જુલાઈમાં શ્રીલંકા સામે મર્યાદિત ઓવરોની શ્રેણીમાં ભાગ લીધો હતો.